આસામ બાદ વધુ એક રાજ્યએ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કર્યો ઘટાડો….ગુજરાતમાં ક્યારે થશે ઘટાડો?

admin
1 Min Read

ગુજરાત સહિત દેશભરમાં પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોને લઈને એકબાજુ વિપક્ષ કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહાર કરી રહી છે તો બીજીબાજુ લોકોને પણ મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે. ત્યારે આસામ સરકારે હાલમાં જ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડાની જાહેરાત કરી હતી ત્યારે હવે વધુ એક રાજ્યએ જનતાને રાહત આપતો નિર્ણય લીધો છે.

મેઘાલય સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રુ.-5-5 નો ઘટાડો કરીને જનતાને મોટી રાહત આપી છે. મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ કે.સંગમાએ જણાવ્યું કે રાજ્ય સરકારે પેટ્રોલ અને ડીઝલ પરના વેટમાં 5 રુપિયાનો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે.

મેઘાલયમાં 5 રુપિયાના ઘટાડા પહેલા પ્રતિ લીટર પેટ્રોલનો ભાવ રુપિયા 91.26 અને ડીઝલનો ભાવ રુ. 86.23 હતો. પરંતુ હવે પ્રતિ લીટર પેટ્રોલનો ભાવ રુપિયા 85.86 અને ડીઝલનો ભાવ 79.13 રુપિયા રહેશે. મહત્વનું છે કે, પેટ્રોલ અને ડીઝલ પર રુપિયા 2 ના વળતરના રાજ્ય સરકારના ગત અઠવાડિયાના નિર્ણય પછી પેટ્રોલના ભાવનો કુલ ઘટાડો રુપિયા 7.4 તથા ડીઝલના ભાવનો કુલ ઘટાડો રુપિયા 7.1 રહેશે. ત્યારે દેશના વિવિધ રાજ્યો દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવતા હવે ગુજરાત સરકાર પણ આ ભાવમાં ઘટાડો કરે તેવી આશા જનતા રાખીને બેઠી છે. હવે એ જોવુ રહ્યું કે રુપાણી સરકાર ક્યારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડાની જાહેરાત કરે છે.

Share This Article