હવે સરહદ પર K9 વજ્ર તોપ તૈનાત થતાં ચીન થરથર કાંપશે, સુરતના હજીરા ખાતે કરાયું નિર્માણ

admin
1 Min Read

ભારત અને ચીન વચ્ચે પૂર્વી લદાખમાંથી સેનાઓને પરત ખેંચવા અંગેની સમજૂતી સધાઈ હતી, જો કે ભારતે હજુ સરહદ પર પોતાની સતર્કતા વધારતા K9 વજ્ર તોપને તૈનાત કરી છે. આર્મી ચીફ જનરલ એમએમ નરવણેએ K9 વજ્ર તોપને સૈન્યને અર્પણ કરી છે.

હવે આ વજ્ર તોપને લદ્દાખ બોર્ડર પર તૈનાત કરવામાં આવશે. આર્મી ચીફે સુરતમાં તેને લીલીઝંડી આપી સૈન્યમાં સામેલ કરી હતી. લાર્સન એન્ડ ટુબ્રો કંપની દ્વારા ઉત્પાદિત આ તોપનું નિર્માણ ભારતમાં જ કરાયું છે.

આર્મીમાં બોફોર્સની હોવિત્ઝરને સામેલ કર્યા પછી સૌથી વધારે લેટેસ્ટ ટેક્નોલોજીથી સજ્જ અને મજબૂત 100મી હોવિત્ઝરને આર્મીમાં સામેલ કરવામાં આવી છે. આ હોવિત્ઝરને ટ્રક સાથે ટો કરીને લઈ જવી પડતી નથી. 40 કિલોમીટર સુધી દુશ્મનોને ટાર્ગેટ કરી શકે છે અને ત્યાર બાદ પોતાની જગ્યા બદલી લે છે એટલે દુશ્મનોના નિશાના પર ન આવે તેવી રીતે તેમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 50 ટન વજનની આ તોપ શૂન્ય રેડિયન્સમાં ફરી શકે છે, એટલે કે એને ફરવા માટે જગ્યા જોઈતી નથી. આ પહેલી તોપ છે, જેને ખાનગી ક્ષેત્રમાં ઉત્પાદિત કરાઈ છે.

Share This Article