આયુષ્માન ને મળ્યો એક્ટર ઓફ ધ યર નો એવોર્ડ, આયુષ્માનને આર્ટીકલ ૧૫ માટે મળ્યો એવોર્ડ

admin
1 Min Read

આયુષ્માન ખુરાનાએ પોતાના કરિયરની શરૂઆત ખુબ જ હટકે ફિલ્મોથી કરી હતી અને તે ફિલ્મોને હજુ  લોકો ખુબ પસંદ કરે છે. તેની દરેક ફિલ્મો ખુબ જ અલગ હોય છે અને આ ફિલ્મોમાં તે અલગ-અલગ કિરદાર પણ ખુબ જ સારી રીતે નિભાવે છે. આયુષ્માનને ફિલ્મ અંધાધૂન માટે બેસ્ટ એકટરનો નેશનલ એવોર્ડ મળ્યો હતો. આર્ટીકલ ૧૫માં પણ આયુષ્માનના નવા લુકને લોકોએ ખુબ પસંદ કર્યો હતો. આયુષ્માનની એક્ટિંગની ક્રિટીક્સે ખુબ પ્રશંસા કરી હતી તેથી આયુષ્માનને ટાઈમ્સ પાવર મેન તરફથી એક્ટર ઓફ ધ યરના પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યો છે.

એવોર્ડ મળતા આયુષ્માને ટ્વીટર પર પોસ્ટ કરી પોતાની ખુશી ફેન્સ સાથે શેયર કરી હતી. આયુષ્માને ફોટો શેયર કરતા લખ્યુ હતુ કે “ફિલ્મ આર્ટીકલ ૧૫ને આજે રીલીઝ થયે ૫૦ દિવસ પુરા થઇ ચુક્યા છે અને આ ફિલ્મ માટે મને એક્ટર ઓફ ધ યરથી સમ્માનિત કરવામાં આવ્યો છે. અનુભવ સિન્હા સરે આવા સામાજિક મુદ્દા પર ફિલ્મ બનાવી તે માટે તેમનો ખુબ આભાર. અને આ ફિલ્મ માટે મને ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ એક્ટર ઓફ ધ યરનો પુરસ્કાર આપ્યો તેના માટે પણ તેમનો ખુબ આભાર.” આયુષ્માનના વર્કફ્રન્ટની વાત કરીએ  તો અત્યારે આયુષ્માન તેની આગામી ફિલ્મ ડ્રીમગર્લના પ્રમોશનમાં વ્યસ્ત છે.

 

 

 

Share This Article