મુકેશ અંબાણીના ઘરથી થોડે દૂર કારમાંથી 20 જિલેટીન લાકડીઓ જપ્ત…સુરક્ષા વધારાઈ…

admin
1 Min Read

મુકેશ અંબાણીના ઘરની બહાર બિનવારસી સ્કોર્પિયો ગાડી મળી આવી છે. મુંબઈમાં એન્ટીલિયા નિવાસ પાસે બિનવારસીમાં મળેલી ગાડીમાંથી જિલેટીન મળતા ખળભળાટ મચી ગયો છે.

હાલમાં ઘટનાસ્થળે બોમ્બ ડિસ્પોઝલ ટીમ, ડોગ સ્કોડ, પોલીસ અને જોઈન્ટ પોલીસ કમીશ્નર પહોંચ્યા છે અને તપાસ શરુ કરી દેવામાં આવી છે. ઘટનાસ્થળ પર પહોંચેલી પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ ટીમે કારને પોતાના કબજામાં કરી લીધી છે અને ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે.

પોલીસ પ્રમાણે ગામદેવી પોલીસ સ્ટેશન અંતર્ગત કારમાઇકલ રોડ પર એક શંકાસ્પદ સ્કોર્પિયો કાર ઉભેલી મળી. પોલીસને તેની જાણ થતાં ઘટના સ્થળ પર બોમ્બ ડિસ્પોઝલ ટીમ પહોંચી ગઈ. કારની તપાસ કરવામાં આવી જેમાં વિસ્ફોટક સામગ્રી બનાવવામાં ઉપયોગ થનાર જિલેટીન લાકડી જપ્ત થઈ છે. પરંતુ તેને એસેમ્બલ કરવામાં આવી નથી. ઘટનાની તપાસ થઈ રહી છે.

Share This Article