ફરી એકવાર ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધ્યુ, રાત્રિ કર્ફ્યૂ પર થઈ શકે છે ફેર વિચારણા

admin
2 Min Read

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાનું સંક્રમણ સતત ઘટતું જોવા મળી રહ્યુ હતું. જોકે, હાલમાં રાજ્યમાં ચૂંટણીનો માહોલ જોવા મળતા હવે કોરોનાના કેસો વધવા લાગ્યા છે. તેવામાં કોરોનાનું સંક્રમણ ફરી એકવાર માથુ ઉચકતુ જોવા મળી રહ્યુ છે. કોરોનાનું સંક્રમણ વધતા હવે રાજ્યના ચાર મહાનગરોની સાથે સાથે રાજ્યમાં રાત્રિ કર્ફ્યૂને લઈ સરકાર ટૂંક સમયમાં ફેર વિચારણા કરી શકે છે. હાલ અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રે 12થી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ છે.

છેલ્લા 24 કલાક એટલે કે 25 ફેબ્રુઆરી સાંજથી 26 ફેબ્રુઆરી સાંજ સુધીમાં કોરોનાના 460 પોઝીટીવ કેસ નોંધાયા છે. જ્યારે વધુ 315 દર્દીઓ સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 2136 થઈ ગઈ છે.

હાલ રાજ્યમાં કુલ કેસની સંખ્યા 269031 થઈ છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના કેસ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. તો બીજીબાજુ રાજ્યમાં 24 કલાકમાં 315 દર્દીઓએ કોરોનાને માત આપી છે.. જ્યારે 24 કલાકમાં એકપણ દર્દીનું કોરોનાથી મોત થયુ નથી. હાલ રાજ્યમાં કોરોનાથી 4408 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે અત્યાર સુધી રાજ્યમાં કુલ 262487 દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં આજે નોંધાયેલા કેસોમાં અમદાવાદમાં 24 કલાકમાં 101પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે સુરતમાં 74, વડોદરામાં 109 કેસ નોંધાયા છે.. હાલ રાજ્યમાં કુલ 2136 એક્ટિવ કેસ હોવાની વિગત સામે આવી છે.

Share This Article