AAPના મહેશ અણઘણેના રુપમાં સુરતને સાચા નગર સેવક મળ્યા, 48 કલાકમાં કર્યું એવુ કામ કે થઈ પ્રશંસા

admin
1 Min Read

હાલમાં જ સુરત સહિત રાજ્યની છ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી. જેમાં આમ આદમી પાર્ટીએ સુરત શહેરમાં સારો દેખાવ કર્યો હતો. ત્યારે સુરતમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર તરીકે ચૂંટાયેલા મહેશ અણઘણે કોર્પોરેટર તરીકે ચૂંટાયાના 48 કલાકમાં જ જોરદાર પરચો આપતાં તેમની પ્રસંશા થઈ રહી છે.

ચૂંટણી પૂરી થતાં જ કોર્પોરેટરે સેવા નું કામ શરૂ કરીને 48 કલાકમાં જ રસ્તાનું કામ પૂરું કરાવીને સૌની પ્રસંશા મેળવી છે. સુરતને સાચા નગર સેવક મળ્યા છે એવી કોમેન્ટ્સ લોકો કરી રહ્યા છે.

વોર્ડ નંબર 3ના કોર્પોરેટર મહેશ અણઘણે તાત્કાલીક રસ્તાનું કામ પૂરું કરાવ્યું છે. આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશ અણઘણે લોકસેવાના કામો શરૂ કરતાં જનતા ખુશ છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં જીત્યાના 48 કલાકમાં જ રસ્તાનું કામ પૂરું થતાં લોકોએ તેમને વધાવી લીધા છે.

Share This Article