ગુજરાતમાં 24 કલાકમાં વધુ 427 પોઝિટિવ કેસ નોંધાયા

admin
1 Min Read

ગુજરાતમાં ફરી એકવાર કોરોનાનું સંક્રમણ વધતુ જોવા મળી રહ્યું છે. છેલ્લા 24 કલાક એટલે કે 28 ફેબ્રુઆરી સાંજથી 1 માર્ચ સાંજ સુધીમાં કોરોનાના 427 પોઝીટીવ કેસ નોંધાયા છે. જ્યારે વધુ 360 દર્દીઓ સાજા થયા છે.

આ સાથે જ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 2429 થઈ ગઈ છે. હાલ રાજ્યમાં કુલ કેસની સંખ્યા 270316 થઈ છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના કેસ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. તો બીજીબાજુ રાજ્યમાં 24 કલાકમાં 360 દર્દીઓએ કોરોનાને માત આપી છે.. જ્યારે 24 કલાકમાં એક દર્દીનું કોરોનાથી મોત થયુ છે. હાલ રાજ્યમાં કોરોનાથી 4410 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે અત્યાર સુધી રાજ્યમાં કુલ 263475 દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં આજે નોંધાયેલા કેસોમાં અમદાવાદમાં 24 કલાકમાં 99 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે સુરતમાં 64, વડોદરામાં 84 કેસ નોંધાયા છે.. હાલ રાજ્યમાં કુલ 2429 એક્ટિવ કેસ હોવાની વિગત સામે આવી છે.

Share This Article