ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે બહુમતી સાથે લહેરાવ્યો કેસરિયો

admin
1 Min Read

28 ફેબ્રુઆરી 2021ના રોજ 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની ચૂંટણી યોજાઇ હતી. ત્યારે હવે મંગળવારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ જાહેર થયા છે. સવારે 9 વાગ્યાથી મત ગણતરી શરૂ કરવામાં આવી હતી.

જો કે, ગુજરાતની 31 જિલ્લા પંચાયતોની ચૂંટણી પરિણામ આવી ગયા છે. ત્યારે 31 જિલ્લા પંચાયતની 980 બેઠકમાંથી 25 બેઠક બિનહરીફ ચૂંટાઈ હતી. જ્યારે આજે 31 જિલ્લા પંચાયતોની ચૂંટણીના જાહેર થયેલા પરિણામમાં તમામ પંચાયતોમાં ભાજપનો વિજય થયો છે અને કોંગ્રેસ દ્વારા એક પણ પંચાયતમાં ખાતુ ન ખોલાવતા કારમી હારનો સામનો કરવો પડ્યો છે.

અત્યાર સુધીના પરિણામ પર નજર કરીએ તો જિલ્લા પંચાયતની 980 બેઠકોમાંથી 798 પર ભારતીય જનતા પાર્ટીએ જીત મેળવી છે. તો જિલ્લા પંચાયતની 169 બેઠકો પર કોંગ્રેસે જીત મેળવી છે. જ્યારે 2720 નગરપાલિકામાં 2074 પર ભાજપનો ભગવો લહેરાયો છે. તો 386 બેઠકો જ કોંગ્રેસના ફાળે ગઈ છે. તાલુકા પંચાયતમાં 4774 સીટોમાંથી 3365 સીટો પર ભાજપના ઉમેદવાર વિજેતા થયા છે. જ્યારે 1225 સીટો પર કોંગ્રેસના ઉમેદવાર વિજેતા બન્યા છે. રાજ્યમાં ભાજપને મળેલ ભવ્ય જીત બાદ ઠેર ઠેર ભાજપના કાર્યકરોએ ઉજવણી કરી વિજય ઉત્સવ મનાવ્યો હતો.

Share This Article