દાહોદ ચૂંટણીમાં ભાજપનો દબદબો જોવા મળ્યો, જિલ્લા પંચાયતની 50માંથી 35 બેઠકો ભાજપે મેળવી

admin
1 Min Read

રાજ્યની 31 જીલ્લા પંચાયત, 81 નગરપાલિકા તથા 231 તાલુકા પંચાયતોની રવિવારે ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં મોટાભાગના મતક્ષેત્રોમાં 60 ટકાથી વધુનું રેકોર્ડ બ્રેક મતદાન થયું હતું. ત્યારે આજ રોજ પરિણામ પણ જાહેર થઈ ચુક્યા છે. જેમાં દાહોદ નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો માટે પ્રતિષ્ઠાના જંગ સમાન બની હતી. જોકે આ દાહોદમાં ભારતીય જનતા પાર્ટીનો દબદબો જોવા મળ્યો. દાહોદ જિલ્લા પંચાયતની 50 બેઠકોમાંથી 35 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ જીત મેળવી છે. જ્યારે પાંચ બેઠકો કોંગ્રેસના ખાતામાં ગઈ છે. તો બે અન્યોના ખાતામાં ગઈ છે. દાહોદમાં 238 તાલુકા પંચાયતની બેઠકોમાંથી 194માં ભાજપનો ભગવો લહેરાયો છે. જ્યારે કોંગ્રેસને 29 બેઠકો મળી છે. બેઠકોની વાત કરીએ તો બલારા-વટલી તાલુકા પંચાયતમાં ભાજપના ઉમેદવારો વિજેતા બન્યા છે. જ્યારે સિંગવડ તાલુકાની પીપળીયા બેઠક પણ ભાજપના ખાતામાં ગઈ છે. તો દુધીયા જિલ્લા પંચાયતમાં પણ ભગવો લહેરાયો છે. આ ઉપરાંત દેવગઢ બારીયા મોટી ખજૂરી તાલુકા પંચાયતની સીટમાં પણ ભાજપ વિજેતા બન્યુ છે.

Share This Article