ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા બજેટમાં મોટી જાહેરાત

admin
1 Min Read

ગુજરાતના નાણાં મંત્રી નીતિન પટેલે આજે ગુજરાત વિધાનસભામાં નાણાંકી. વર્ષ 2021-22નું સામાન્ય બજેટ રજૂ કર્યું હતું.. આ આ વખતે બજેટનું કદ 2 લાખ 27 હજાર 029 કરોડ છે. જે ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું બજેટ છે. બજેટમાં ગુજરાતમાં પ્રવાસન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના સ્થળો ઉપર દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. સરકાર દ્વારા રાજ્યના પ્રવાસન અને યાત્રાધામોમાં વિશેષ સુવિધાઓ ઉભી કરાશે. આ ઉપરાંત વડનગરને પ્રવાસન ક્ષેત્રે વિકાસાવવામાં આવશે.

ગુજરાત સરકારે બજેટમાં પ્રવાસન ક્ષેત્ર માટે રૂ. 488 કરોડની જોગવાઈ કરી છે. રાજ્યમાં હેરીટેજ સ્ટ્રક્ચર, પુરાતત્વીય સ્થળનો વિકાસ કરવામાં આવશે. તેમજ તળાવ, મંદિર માટે માસ્ટર પ્લાન બનાવામાં પોરબંદરના કીર્તિ મંદિર સહિતના સ્થળનો, ઝવેરચંદ મેઘાણી સાથે સંકળાયેલા પ્રવાસન સ્થળનો વિકાસ કરવામાં આવશે.

આ ઉપરાંત અમદાવાદ, સોમનાથ, અંબાજી, સાપુતારા, ગીર, દ્વારકામાં પણ હેલીપોર્ટ બનાવવામાં આવશે. કાયમી ધોરણે હેલીપોર્ટ વિકસાવવા રૂ. 2 કરોડની સરકારે જોગવાઈ કરી છે. આમ રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રનો વિકાસ કરાશે, જેથી રોજગારીની નવી તકો પણ ઉભી થશે.

Share This Article