વડોદરા : ઓનલાઈનની જગ્યાએ ઓફલાઈન પરીક્ષા લેવાનું જણાવતા વાલીઓએ વિરોધ દર્શાવ્યો

admin
1 Min Read

વૈશ્વિક કોરોનાં મહામારીના કારણે શાળા, કોલેજો બંધ કરાઈ હતી.તાજેતરમાં જ સરકાર દ્વારા તબક્કાવાર શાળા ,કોલેજો શરૂ કરવા જાહેરાત કરી હતી.જોકે કોરોનાં કાળ ચાલી રહ્યો હોય વાલીઓ પોતાના બાળકોને શાળામાં મોકલવા ભય અનુભવી રહ્યા છે.ત્યારે બીજી તરફ શાળાઓમાં પરીક્ષાઓનો પ્રારંભ થઇ ગયો છે.જ્યારે વડોદરા શહેરની રોઝરી સ્કૂલમાં ઓફલાઈન પરીક્ષા લેવાનું વાલીઓને જણાવતા વાલીઓએ તેનો વિરોધ કર્યો છે.આજે રોઝરી સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ એ આ બાબતે જીલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે રજુઆત કરી હતી

 

 

 

.વાલીઓ એ જણાવ્યું હતું કે સરકારનો જે પરિપત્ર આવ્યો છે જેને લઈ રોઝરી સ્કૂલમાં ઓનલાઈનની જગ્યાએ સ્કૂલમાં વિદ્યાર્થીઓને બોલાવી ઓફલાઈન પરીક્ષા લેવા જણાવાયું છે.જે 15 મી માર્ચથી લેવાનું શાળા સંચાલકો કહી રહ્યા છે.પણ અમે તમામ રોઝરી સ્કૂલના વાલીઓ વિદ્યાર્થીઓને શાળામાં મોકલવા રાજી નથી.કેમકે કોરોનાની પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખી ને.અમારા બાળકો નાના છે.એકબીજાનો ચેપ લાગતાં વાર નહીં લાગે અને સ્કૂલની અંદર પરીક્ષા લેવામાં આવે તે યોગ્ય નથી.માટે ઓનલાઈન પરીક્ષા લેવી હોય તો અમે તૈયાર છે બાકી ઓફલાઈન પરીક્ષા લેવામાં આવે તો અમે સહેમત નથી.

Share This Article