સુરત અને વડોદરાની સ્કૂલોમાં કોરોનાનો રાફડો ફાટ્યો

admin
1 Min Read

ગુજરાત રાજ્યમાં ચુંટણીઓ પૂરી થતા કોરોનાનાં કેસમાં ધીમે ધીમે વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે હવે સ્કૂલો શરુ થતા વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. સુરત, વડોદરા અને અમદાવાદમાં શાળાના વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ નોંધાયા છે. જેને લઈ ખળભળાટ મચ્યો છે. સુરતમાં પણ કોરોનાનાં કેસોમાં ઝંગી વધારો જોવા મળ્યો છે.

સુરતમાં નાના વરાછાની શાળાના 5 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતા વાલીઓમાં ફફડાટ પેસી ગયો છે. ધોરણ 7ના 5 વિદ્યાર્થીઓને કોરોના સંક્રમિત થયા છે. જેને પરિણામે પ્રાથમિક વિભાગ 14 દિવસ પૂરતો બંધ કરવામાં આવ્યો છે.

વડોદરાની આનંદ વિધા વિહાર સ્કુલના વિધાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે. 3 વિધાર્થીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સ્કૂલ એક સપ્તાહ માટે બંધ કરાઇ છે. ગોત્રી વિસ્તારમાં આવી છે આનંદ વિધા વિહાર શાળામાં વાલીઓમાં ફફડાટ પેસી ગયો છે. મહત્વનું છે કે, રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. જેને લઈ તંત્રની પણ ઊંઘ ઉડી ગઈ છે.

Share This Article