રાજકોટ : રાજકોટ પોલીસ કમિશનરે મુકાવી કોરોનાની રસી

admin
1 Min Read

રાજકોટમાં હાલ કોરોના વેક્સિનનો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે. જેમાં સિનિયર સિટીઝનો હોંશે હોંશે કોરોના વેક્સિન મૂકાવી રહ્યાં છે. યુવાનોને પાછળ રાખી તે પ્રકારે સિનિયર સિટીઝનો રસી મૂકાવા માટે ઉમટી રહ્યાં છે. રાજકોટ મનપા દ્વારા ઝોનલ ઓફિસે સિનિયર સિટીઝનો કોરોના વેક્સિન મૂકાવા માટે ઉમટી પડ્યા છે.  ત્યારે રાજકોટ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ સહિતના ઉચ્ચ અધિકારીઓએ કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધો છે.

 

 

 

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી હતી કે, લોકો આગળ આવે અને કોરોનાની વેક્સિન મુકાવે. તેમણે કહ્યું કે, વેક્સિન સુરક્ષિત છે તેથી લોકો પોતાના મનમાં કોઈ પણ જાતનો ડર ન રાખે એટલે રાજકોટવાસીઓને વિનંતી છે કે તમે પણ વેક્સિન જરૂરથી લેજો. મહત્વનું છે કે, એક જ દિવસમાં 24 સરકારી અને 14 ખાનગી હોસ્પિટલો એમ કુલ 38 હોસ્પિટલોમાં કોરોના સામેની રસીકરણમાં કુલ 2547 નાગરિકોએ રસી લીધી હતી.

Share This Article