સુરત : દેશની ટોપ મ્યુનિસિપાલ્ટીઝમાં સુરત બીજા ક્રમ પર

admin
1 Min Read

દેશની ટોપ મ્યુનિસિપાલ્ટીઝમાં સુરત બીજા ક્રમ પર છે. ત્યારે રહેવા લાયક શહેરમાં સુરતને પાંચમો ક્રમ મળ્યો છે. મ.ન.પા કમિશનરે શહેરીજનોને તેને લઇ અભિનંદન પાઠવ્યા છે. મળતી વિગત અનુસાર દેશના મનિસ્ટ્રી ઓફ હાઉસિંગ અને અર્બન એફર્સ દ્વારા ટોપ મ્યુનિસિપાલ્ટીઝ 2020ની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં દેશભરમાંથી બીજા ક્રમ સુરતને મળ્યો છે. સુરતમાં થતી વ્યવસ્થાઓ કામગીરીને લઈને આ બહુમાન આપવામાં આવ્યું છે. ભારત સરકારે જારી કરેલા લિસ્ટમાં ટોપ ટેનમાં સુરત બીજા ક્રમે આવ્યું છે. જ્યારે દેશમાં ટોપ પર ઈન્દોર છે.

 

દેશમાં સુરત પાલિકાનો બીજો નંબર આવતાં પાલિકા કમિશનર બંધાનિધિ પાનીએ શહેરીજનોને અભિનંદન આપ્યો છે. મહત્વનું છે કે, ભારત સરકાર દ્વારા મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ અને અર્બન અફેર્સ દ્વારા મ્યુનિસિપલ પર્ફોર્મન્સ ઇન્ડેક્સ અને ઇઝ ઓફ લીવીંગ ઇન્ડેસ સારુ આવ્યું છે.મ્યુનિસિપલ પર્ફોર્મન્સ ઇન્ડેક્સમાં આખા ભારતમાં સૌથી આગળ બીજા બેસ્ટ મેનેજમેન્ટ સિટી તરીકેનો ક્રમાંક આવ્યો છે. આ ક્રમાંક ફાઇનાન્સિયલ, યુઝ ઓફ ટેકનોલોજી, અને સર્વિસીસ ઓફ પીપલ આ તમામ બાબતો બાદ મ્યુનિસિપલ ઇન્ડેક્સ નક્કી કરાતા હોય છે.

Share This Article