અમરેલી જીલ્લાના બાબરાના તાલુકાના શીરવાણીયા ગામે ખેતરમાં નશીલા ગેરકાયદેસર અને બિન અધિકૃત ગાંજા અને અફીણની ખેતી ઝડપાઈ છે અમરેલી LCBએ કુલ 32 લાખ 44 હજાર 210 નો મુદ્દામાલ કબજે કરી 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે.મળતી માહિતી મુજબ અમરેલી જીલ્લામાં અનૈતિક પ્રવૃતિઓ સામે એસ.પી. નિરલિપ્ત રાયએ સપાટો બોલાવ્યો છે જેમાં જીલ્લાના બાબરા તાલુકામાં આવેલા શીરવાણીયા ગામ નજીકથી 3 વાડીમાં ગાંજાની ખેતી ઝડપાઇ છે.

શીરવાણીયા ગામથી લીંબડીયા જવાના માર્ગ પર ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતું ત્યારે અમરેલી LCBએ રેડ પાડતા સવા વિઘાની ગાંજાની ખેતી કરનાર 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા… વાડી માલિક વિઠલ તલવાડિયા, રામજી તલવાડિયા અને પરસોતમ તલવાડીયાની ધરપકડ કરવામાં આવી છે તેમજ 32 લાખ 44 હજાર 210નો મુદ્દામાલ અમરેલી LCBએ ઝડપી લીધો છે. ત્યારે આ અંગે એ.એસ.પી.અભય સોનીએ પ્રેસ કોંફરન્સ કરીને માહિતી આપી હતી
