રાજકોટ: ઉપલેટા કોટેજ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના આવી સામે, જાહેર કરાઈ મોકડ્રીલ

admin
1 Min Read

ઉપલેટા કોટેજ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના આવી સામે આવી હતી ત્યારે આ આગની ઘટનાની જાણ થતાં પોલીસ, ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો ત્યારે આ આગ લાગવાની ઘટનાને બાદમાં મોકડ્રીલ જાહેર કરાઈ હતી.. આ મોકડ્રીલમાં ઉપલેટા ઇન્ચાર્જ પીઆઇ કે.કે. જાડેજા તથા સ્ટાફ અને ઉપલેટા નગરપાલિકા ફાયર ટીમ દ્વારા કોટેજ હોસ્પિટલ ખાતે મોકડ્રીલ કરાઈ હતી..

 

 

 

જણાવી દઈએ કે ગુજરાતમાં હોસ્પિટલ કે કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ફાયર સેફ્ટીના અભાવે અવારનવાર આગ્નિકાંડની ઘટના બને છે. આથી આગની તકેદારી અંગે માહિતી અને માર્ગદર્શન આપવા હોસ્પિટલમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.  જેમાં ફાયર બ્રિગેડ સ્ટેશનના ઓફિસરો અને ફાયર સ્ટાફ દ્વારા મોકડ્રીલ કરવામાં આવી હતી. જેમાં હોસ્પિટલમાં આગના સંજોગોમાં હોસ્પિટલના સ્ટાફે કંઈ રીતે સાવચેતી રાખવી અને દર્દીઓને સલામત સ્થળે ખસેડવા તેમજ રાહત બચાવ કાર્ય માટે શું કરી શકાય તે અંગેની પ્રેક્ટિકલ જાણકારી મોકડ્રીલ દ્વારા આપવામાં આવી હતી.

 

 

 

Share This Article