ગંભીર બીમારીથી પીડાતા એક માસુમની જિંદગી બચાવવાનો નમ્ર પ્રયાસ

admin
2 Min Read

કુદરતની મરજી આગળ માણસ લાચાર છે. પરંતુ જો સહિયારો સાથ અને સહકાર મળે તો માણસ જિંદગીને હોશે હોશે જીવી જાય છે. ત્યારે આ પંક્તિઓને ચરિતાર્થ કરતી ઘટના પ્રકાશમાં આવી છે.મોંઘી સારવાર માટે લોકોને અપીલ કરતા પરિવારનો ત્રણ માસનો બાળક ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો છે. આ વાત છે ત્રણ માસના ધૈર્યરાજ રાઠોડની. જેની ગંભીર બીમારીની વેદના સાંભળી તમારી આંખો પણ ભીંજાઇ જશે. એસ.એમ. એ -1 નામની ગંભીર બીમારી (જેને ગુજરાતીમાં કરોડરજ્જુની સ્નાયુબદ્ધ એટ્રોફી ફેક્ટશિટ કહેવામાં આવે છે.) નો શિકાર બનેલા ધૈર્યરાજને સારવાર માટે કરોડો રૂપિયાની જરૂર છે.

આ બીમારીના ઈલાજ માટેનું રૂપિયા ૧૬ કરોડમાં આવતું ઈજેક્શન યુએસથી મંગાવવું પડે છે. પરંતુ રાજદીપસિંહનો મધ્યમ વર્ગીય પરિવાર માટે આટલી માતબર રકમ એકઠી કરવું મુશ્કેલ છે. ત્યારે the squirrel આ બાળકને બચાવવાની નેમ લઇ આગળ આવ્યું છે. સાથે જ અનેક સેવાભાવી સંસ્થાઓ અને ઘણાબધા લોકોએ પણ મદદનો હાથ લંબાવ્યો છે.. એટલુ જ નહીં સોશિયલ મીડિયામાં પણ લોકોએ માસુમની જીંદગી બચાવવા માટે અપીલ શરુ કરી દીધી છે અને યથાશક્તિ લોકો પોતપોતાની રીતે દાન કરી રહ્યા છે. તો આવો આપણે સૌ સાથે મળી આ નાનકડા ધૈર્યરાજસિંહનો સહારો બનીએ… ધૈર્યરાજના માતા-પિતાએ ગુજરાતની તમામ જનતા પાસે ફુલ નહી તો ફુલની પાંખડી આપવા માટે આજીજી પણ કરી છે. ત્યારે હવે the squirrelએ   પણ આ બાળકને હસતો રમતો રાખવાની નેમ સાથે હાથ લંબાવી ગુજરાતની તમામ જનતાને પણ સહકાર આપવા અપીલ કરી છે.  ઉલ્લેખનીય છે કે જો નિયત સમય મર્યાદામાં આ રકમ ભેગી નહિ થાય તો ઈમ્પેક્ટ ગુરુ એનજીઓમાં આ રકમ કોઈ બીજા બાળક માટે ફાળવી દેવામાં આવશે… તો સમગ્ર જનતાને નમ્ર અપીલ  છે, ખુબ ઓછા સમયમાં આ બાળકની આપણે સહુએ ભેગા મળી જીંદગી બચાવવાની છે. તો આવો આપણે સૌ સાથે મળી સહાયનો ધોધ વરસાવી આ બાળકની જીંદગી ખુશીઓથી ભરી દઈએ….. આ સાથે જ સહાય આપવા એકાઉન્ટ નંબરની ડીટેઇલ પણ આપવામાં આવી છે…

Share This Article