3 ફૂટના યુવાને પોલીસને કરી આજીજી… મારા લગ્ન કરાવી દો…પત્નીને લઈ જવા માંગે છે ગોવા

admin
1 Min Read

લગ્ન કરવા માટે યુવાનો અવનવા તિકડમો કરતા હોય છે, જો કે ઉત્તર પ્રદેશનાં એક 3 ફુટની ઉંચાઇ ધરાવતા યુવકે તો તમામ હદ પાર કરી દીધી, શામલીમાં રહેતો 26 વર્ષનો અઝીમ મન્સુરી તેના લગ્ન થઇ જાય તે આશાએ નજીકનાં કૈરાના પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો. અહીં તેણે પીએસઆઈને લગ્ન માટે રજુઆત કરી હતી.

અઝીમે પીએસઆઈને વિનંતી કરતા કહ્યું સાહેબ મારા લગ્ન કરાવી દો. આટલાથી ના અટકતા તેણે કહ્યું હું લગ્ન પછી મારી પત્નીને હનીમુન પર ગોવા ફરવા લઈ જઈશ.

મહત્વનું છે કે, અઝીમની પાંચ બહેનો છે, જો કે અઝીમની હાઇટ ન હોવાથી તેના લગ્ન થઇ શક્યા નથી, આ વાતનું દુખ તેને સતાવી રહ્યું છે, અને અંતે તે પોતાની આ ઇચ્છા લઇને કૈરાના પોલીસ સ્ટેશન પહોચ્યો હતો.

તેણે PSIને કહ્યું કે તેણે લગ્ન કરવા માટે ઘણા પ્રયાસો કર્યા, પરંતું હજું સુધી અલ્લાહે તેની દુઆ સ્વીકારી નથી, જો કે તે પોતાની પત્નીને માત્ર ગોવા જ નહીં પણ કુલ્લુ મનાલી, મસુરી જેવા અન્ય હિલસ્ટેશનોનો પ્રવાસ પણ કરાવશે. હાલ તો અઝીમ મંસુરીનો આ કિસ્સો સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.

Share This Article