કોરોના સંક્રમણ વચ્ચે હવે વિમાનમાં બેદરકારી નહીં ચાલે, મુસાફરો માટે કડક નિયમ જાહેર

admin
1 Min Read

વિમાનમાં મુસાફરી કરનાર લોકો કોરોનાની ગાઈડલાઈનનું પાલન ન કરતા હોવાની ઉઠેલી ફરિયાદ પર ડીસીજીએએ ગંભીર ચેતવણી ઉચ્ચારી છે. સાથે જ વિમાન મુસાફરી કરતા મુસાફરો માટે ગાઈડલાઈન પણ બહાર પાડી છે.

નાગરિક ઉડ્ડયન મંત્રાલય હેઠળના ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશને (ડીજીસીએ) એક પરિપત્ર બહાર પાડતા જણાવ્યું કે એરપોર્ટમાં આવ્યાં પછી બહાર નીકળતા સુધી દરેક સમયે માસ્ક પહેરી રાખવું પડશે. તે ઉપરાંત વિમાની મુસાફરી દરમિયાન પણ સોશિયલ ડિસ્ટસ્ટીંગના નિયમોનું પાલન કરવું પડશે.

જો નિયમોનું પાલન ન કર્યું તો પ્લેનમાંથી ઉતારી મૂકવામાં આવશે. ડીસીજીએ કહ્યું કે જો કોઈ પ્રવાસી ચુસ્તપણે નિયમોનું પાલન નહીં કરે તો તેમને ઉપદ્રવી પ્રવાસી ગણવામાં આવશે. ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)ના અનુસાર જો મુસાફર આ નિયમોનું પાલન નહીં કરે તો સુરક્ષા એજન્સીઓને સોંપવામાં આવી શકે છે અને ચેતવણી આપ્યા બાદ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે.

Share This Article