આફ્રિકામાં તબાહી મચાવનાર કોરોનાના નવા સ્ટ્રેનની ગુજરાતમાં એન્ટ્રી

admin
1 Min Read

ગુજરાતમાં કોરોનાના કેસનો આંકડો 715 પર પહોંચી ગયો છે. ગુજરાતના અન્ય શહેરોમાં પણ કોરોનાનો હાહાકાર મચી ગયો છે. આવામાં ગુજરાતમાં કોરોનાના યુકે સ્ટ્રેઈન અને આફ્રિકન સ્ટ્રેનની પણ એન્ટ્રી થઈ છે.

તાજેતરમાં સુરતમાં યુકે અને આફ્રિકન સ્ટ્રેનના કેસ જોવા મળ્યા હતા. ત્યારે હવે પાટનગર ગાંધીનગરમાં કોરોનાના નવા સ્ટ્રેઇનનો કેસ નોંધાયો છે.

2 માર્ચે સાઉથ આફ્રિકાથી ગાંધીનગરના કલોલના બોરી‌સણા ખાતેના 31 વર્ષીય યુવાનમા કોરોનાનાં લક્ષણો જણાયા હતા. જેના બાદ તેને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જેનો ટેસ્ટ કરવામાં આવતાં આફ્રિકન સ્ટ્રેનનાં શંકાસ્પદ લક્ષણો તેનામાંથી મળી આવ્યાં છે. આફ્રિકામાં તબાહી મચાવનારો કોરોનાનો નવો સ્ટ્રેન હવે ગુજરાત પહોંચી ગયો છે. ત્યારે ગાંધીનગરમાં શંકાસ્પદ કેસથી ખળભળાટ મચી ગયો છે. હાલમાં યુવકના ઘરની હિસ્ટરી મેળવીને યુવકના સંપર્કમાં આવેલા લોકોને આઈસોલેટ કરવામાં આવી રહ્યા છે. તો સાથે યુવક સારવાર હેઠળ છે.  જોકે, આ શંકાસ્પદ કેસ સંદર્ભે સેમ્પલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પૂણે મોકલવામાં આવ્યા છે.  હાલ દર્દીને 14 દિવસ માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં એક માસ અગાઉ યુકેથી આવેલા દંપતીનો રિપોર્ટ પુણા મોકલવામાં આવ્યો હતો પણ હજુ સુધી પૂણેથી તેનો રિપોર્ટ નથી આવ્યો.

Share This Article