કોરોનાનું સંક્રમણ વધતા સ્કૂલ-કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ બંધ

admin
1 Min Read

રાજ્યમાં વધી રહેલા કોરોનાના સંક્રમણને રોકવા માટે આજે રાજ્ય સરકારે વધુ એક નિર્ણય કર્યો છે. સરકારે સ્કૂલ અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય લીધો છે. જેને પગલે 10 એપ્રિલ સુધી સ્કૂલ અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ બંધ રહેશે. આમ હવે તમામ ધોરણના વિદ્યાર્થીઓને ઓનલાઈન ભણાવવામાં આવશે.  આ અંગે કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ, ગુજરાતમાં વધતા જતા કોરોનાના સંક્રમણ વચ્ચે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે 10 એપ્રિલ સુધી શાળા-કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. કોરોનાનું સંક્રમણ વધતા શાળા-કોલેજોમાં હાજર રહેવા પર વિદ્યાર્થીઓમાં અસમંજસ હતા. ત્યારે શાળા-કોલેજોને લઇને સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે.

ગુજરાતની શાળાઓમાં તમામ ધોરણના વિદ્યાર્થીઓને ઓનલાઇન ભણાવાશે. શાળા-કોલેજોમાં આવતીકાલથી 10 એપ્રિલ સુધી ઓફલાઇન શિક્ષણ બંધ કરવાનો આદેશ અપાયો છે. પરીક્ષાઓ પણ ઓફલાઇન બંધ કરવા આદેશ કર્યો છે. કોરોના વકરતાં સરકાર અને અધિકારીઓની બેઠકમાં વિચાર પર ચર્ચા બાદ શાળા-કોલેજોમાં શિક્ષણ બંઘ કરવાનો નિર્ણય લેવાયો છે. મહત્વનું છે કે, કોરોનાના કેસ ફરી વધતા વાલીઓ-સંગઠનોએ માગ કરી હતી. વિદ્યાર્થીઓ, શિક્ષકોમાં કોરોનાના કેસ વધતાં વાલીઓ ચિંતામાં હતા. બાળકોને શાળાએ મોકલવા કે નહીં તે અંગે પણ અસમંજસ હતી.

Share This Article