ગુજરાત : માસ્કના દંડમાં જનતાને રાહત નહીં અને નેતાઓને રાહત અપાઈ…

admin
1 Min Read

કોરોના માસ્ક લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે જેમાં નેતાઓ માટે માસ્કની દંડ ઘટાડવામાં આવી છે. નેતાઓને કોરોના દંડમાં રાહત આપવામાં આવી છે. વિધાનસભામાં નેતાઓને દંડમાં મોટી રાહત અપાઇ છે.

વિધાનસભામાં માસ્ક વિના ઝડપાયા તો રૂપિયા 500 દંડ વસૂલવામાં આવશે. જ્યારે સામાન્ય નાગરિકો માટે માસ્કનો દંડ એક હજાર રૂપિયા છે. વિધાનસભામાં આવેલી તમામ કચેરીના અધિકારીઓને સૂચિત કરવામાં આવ્યા છે. હવે વિધાનસભામાં પ્રવેશ બાદ જો કોઈ ધારાસભ્ય, મંત્રી, અધિકારી માસ્ક વિના ઝડપાયા તો 500 રૂપિયા દંડ ભરવો પડશે.

કોરોનાના સંક્રમણને જોતા હવે વિધાનસભા સંકુલમાં માસ્કને લઇને ચેકિંગ થશે. મહત્વનું છે કે, રાજ્યમાં માસ્ક દંડ પેટે સરકારે અધધ નાણાં ઉઘરાવ્યા છે. ડિસેમ્બર 2020 સુધી 23 લાખ 31 હજાર 068 લોકો પાસેથી દંડ વસૂલાયો છે. સરકારે કુલ 114 કરોડ 12 લાખ 79 હજાર 780 રૂપિયાનો દંડ વસૂલ્યો છે. જેમાં અમદાવાદમાં 5,04,828 લોકો પાસેથી કુલ 30.07 કરોડ રૂપિયા દંડ વસૂલાયો છે. જ્યારે સુરતમાંથી રૂ.11.88 કરોડ દંડ, વડોદરામાં 9.67 કરોડ, ખેડામાં રૂ,8.78 કરોડ, મહેસાણામાંથી રૂ.5.05 કરોડ અને રાજકોટમાંથી રૂ.2.79 કરોડનો દંડ વસૂલાયો છે.

Share This Article