ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી

admin
1 Min Read

રાજ્યમાં ભરઉનાળા વચ્ચે ગુજરાતમાં આગામી બે દિવસ કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે વહેલી સવારથી દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યુ હતુ સાથે જ ગાઢ ધુમ્મસ પથરાયેલી જોવા મળી હતી. મળતી માહિતી મુજબ, રાજ્યમાં બે દિવસમાં વાતાવરણ પલટો આવવાની હવામાન ખાતાની આગાહી છે.

ત્યારે આજે વહેલી સવારથી જ સુરત જિલ્લાના બારડોલી સહિત આસપાસના વિસ્તારમાં વાતાવરણ બદલાયુ છે. વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસ છવાયુ હતુ. જેના કારણે વિઝિબિલિટીમાં ઘટાડો નોંધાયો હતો. ગાઢ ધુમ્મસના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામને કરવો પડ્યો હતો. આ સાથે આ પંથકના ખેડૂતોમાં પણ ચિંતા છવાઇ છે.

નોંધનીય છે કે, હવામાન વિભાગે 21થી 23 માર્ચ સુધી વાતાવરણમાં પલટાની આગાહી કરી હતી. આગાહી પ્રમાણે, રાજ્યના ગીર સોમનાથ, તાપી, નર્મદામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલું જ નહીં હવામાન વિભાગે ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરી હતી જેથી કેર સહિતના પાકોને નુકસાન થવાની ભીતી છે.

Share This Article