સુરત : જનતાને માસ્કના દંડમાંથી મુક્તિ, પોલીસ સામેથી માસ્ક આપી પેહરાવશે

admin
1 Min Read

સુરતની જનતાને માસ્કના દંડમાંથી મુક્તિ, મળી છે. માસ્ક નહીં રહેશે તો હવે પોલીસ સામેથી માસ્ક આપી પેહરાવશે.  પોલીસ અને મ.ન.પાનું નવું સુત્ર :- દંડ નહીં માસ્ક પહેરો. મળતી વિગત અનુસાર સુરત શહેરમાં કોરોના બ્લાસ્ટ થતાં રેકોર્ડ બ્રેક કેસ નોંધાઈ રહ્યાં છે. તો બીજી બાજુ શહેરના મેયર હેમાલી બોઘાવાલા અને સુરત પોલીસે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. શહેરીજનો માસ્ક નહીં પહેરે તો પોલીસ દંડ નહીં કરે પણ માસ્ક આપશે. માસ્ક નહીં પહેરો તો પોલીસ સામેથી માસ્ક પહેરાવશે. મનપા અને પોલીસનું નવું સૂત્રઃ દંડ નહીં માસ્ક પહેરો.

 

 

 

આ અંગે સુરતના જોઈન્ટ સીપી પ્રવીણ મલે જણાવ્યું કે, દંડ નહીં પણ માસ્ક આપીએનું સુરત પોલીસે અભિયાન શરૂ કર્યું છે. 100 ટકા લોકો માસ્ક પહેરે અને અન્યને પણ સમજાવે. માસ્ક પહેરો અને લોકોને બચાવો. પોલીસે દંડ કરવાની જગ્યાએ સૌને માસ્કની વહેંચણી કરીને જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે.

Share This Article