સુરત : સુરતમાં કોરોના સંકટ વચ્ચે રેલવે વિભાગ સતર્ક

admin
1 Min Read

સુરત શહેરમાં મોટી સંખ્યામાં કોરોનાના દર્દીઓ સામે આવી રહ્યાં છે, ત્યારે બહારથી સુરત શહેરમાં પ્રવેશતા લોકો પર તંત્ર ભાર મૂકી રહ્યું છે. જેમાં મહારાષ્ટ્રથી આવતા પ્રવાસીઓનો કોરોના ટેસ્ટ ન થતો હોવાની ફરિયાદ ઉટ્યા બાદ હવે ફરજિયાત કોરોના ટેસ્ટની કામગીરી શરુ કરવામાં આવી છે.  આ પ્રયાસના ભાગ રૂપે રેલવે સ્ટેશન પર કોરોના ટેસ્ટિંગની એક ટીમ તૈનાત કરવામાં આવી છે.મળતી માહિતી મુજબ,  સુરતમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે.

 

 

 

ત્યારે સુરત રેલવે સ્ટેશન પર મહારાષ્ટ્રથી આવતા પ્રવાસીઓના ફરજિયાત કોરોના ટેસ્ટ શરૂ થયા છે. એસ.ટી નિગમ બાદ હવે રેલવે સ્ટેશનમા પણ SMCની ટીમ દ્વારા કોરોના ટેસ્ટની કામગીરી કરવામાં આવી રહી છે.મહારાષ્ટ્રથી ટ્રેન મારફતે આવતા પ્રવાસીઓને ફરજિયાત કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જેમાં જો ટેસ્ટ થયા બાદ કોઈ યાત્રિ કોરોના પોઝિટિવ આવે છે તો તેને સારવાર આપી હોમ કોરેન્ટાઈન કરવામાં આવે છે

Share This Article