રાજકોટ : ખેતરમાં અચાનક આગ લાગતા ઘઉંનો સમગ્ર પાક સળગી ઉઠયો

admin
2 Min Read

રાજકોટ જીલ્લાના જેતપુર તાલુકાના દેવકી ગાલોળ ગામે ખેતરમાં આગ લાગતા ખેડૂતના મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. મળતી વિગત અનુસાર સમગ્ર ઘટના જોવા જઈએ તો દેવકી ગાલોળમાં રહેતા ધીરુભાઈ સતાસિયા નામના ખેડૂત પોતાના ખેતરમાં સવારે રોજિંદા કામ અર્થે ગયા હતા તે સમય દરિમયાન પોતાના ખેતરમાં અચાનક આગ લાગતા ઘઉંનો સમગ્ર પાક સળગી ઉઠતા પાકમાં લાગેલી આગ બુઝવવા જતા ધીરુભાઈ પોતે જ આગની ઝપેટમાં આવતા તેમનું મોત નીપજ્યું હતું પરંતુ આ સમગ્ર ઘટનાની જાણ તેમના જ પાડોશી ખેડૂતને થતા તેમણે સરપંચને જાણ કરી હતી અને ત્યાર બાદ આ ઘટનાની જાણ પોલીસ ને થતાં પોલીસ ઘટના સ્થળે પોહચી હતી અને ખેડૂતનો મૃતદેહ પીએમ અર્થે જેતપુર સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.

 

 

 

સમગ્ર ઘટનના પગલે આગ કેવી રીતે લાગી અને કેવી રીતે ખેડૂતનું મોત નીપજ્યું તેમની તપાસને લઈ Fslના અધિકરીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા તેમજ તેમના પ્રાથમિક તારણ અનુસાર શોટ સર્કિટને લઈ ખેતરમાં પડેલા સૂકા ઘઉંના પુરમાં આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે અને આગ બુઝવવા જતા ખેડૂત ધીરુભાઈ આગની ઝપેટમાં આવી જતા મોત નીપજ્યું હોય તેમ માનવામાં આવી રહ્યું છે જ્યારે fsl દ્વારા ગેટકોને પણ તાત્કાલિક જાણ કરવામાં આવી હતી અને તેમના દ્વારા પણ કેવી રીતે શોર્ટ સર્કિટ થયું તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.

Share This Article