સુરત : સુરતના અઠવાલાઈન્સ કલેક્ટર કચેરી પાસેનો બનાવ

admin
1 Min Read

સુરતમાં યમરાજ બનીને એમ્બ્યુલન્સે અકસ્માત સર્જવાની ઘટના સામે આવી છે કલેકટર કચેરી બહાર પાર્લે પોઈન્ટ તરફથી આવતી ખાનગી હોસ્પિટલની એમ્બ્યુલન્સના ડ્રાઇવરે એક્ટિવા ચાલકને બચાવવા જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતમાં ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવમાં એમ્બ્યુલન્સ દીવાલ સાથે અથડાઈ ગઈ હતી. જેથી દિવાલ તૂટી ગઈ હતી. મળતી માહિતી મુજબ, શહેરના અઠવા ગેટ કલેકટર કચેરી રોડ પર એક ખાનગી બસ ચાલક પાર્લે પોઇન્ટથી આવી રહ્યોં હતો.

 

 

દરમિયાન, અચાનક એક્ટિવા ચાલક એમ્બુલન્સની સામે આવી જતા એમ્બ્યુલન્સ ચાલકે ઍક્ટિવા ચાલકનો બચાવ કરતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એમ્બ્યુલન્સ કલેકટર કચેરીની દીવાલ સાથે અથડાતા કલેક્ટર કચેરીની દિવાલ તૂટી પડી હતી. ઘટનાને લઈને આજુબાજુના લોકો સહિત કલેકટર કચેરીમાં હાજર મહિલા હોમગાર્ડના જવાનો પણ દોડીને મદદ માટે આવી ગયા હતા. આ અકસ્માતમાં ખાનગી એમ્બ્યુલન્સના ચાલક સહિત 2 લોકોને ઈજાઓ પહોંચી હતી. જોકે સદનસીબે આ બનાવમાં મોટી દુર્ઘટના સર્જાઈ નહતી.

Share This Article