બનાસકાંઠા : ગૌશાળાઓને સહાય પેટે રૂ.૨૦૦ કરોડ ફાળવવા માંગ

admin
1 Min Read

ગૌ સેવા સંઘ દ્વારા ગૌઋષિ સ્વામી દત્તશરણાનંદજી મહારાજ (પથમેડા)ના સાંનિધ્યમાં ગુજરાતના દરેક જિલ્લાના ગૌશાળા-પાંજરાપોળ સંચાલકો અને સંતોની ઉપસ્થિતિમાં ગૌ અધિકાર મંથન સભા યોજાઈ હતી. ગુજરાતમાં આવેલી અંદાજે ૧૫૦૦ જેટલી ગૌશાળાના સંચાલકો અને સંતોની ઉપસ્થિતિમાં ગાંધીનગરના કોબા ખાતે ગૌ-અધિકાર મંથનનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતની ગૌશાળાઓમાં રાજ્ય સરકાર દ્વારા કાયમી અનુદાન પેટે ૫૦%  રકમ ચૂકવાય તેવી પ્રબળ માંગ કરવામાં આવી હતી. કોરોના મહામારી વચ્ચે હાલમાં ગુજરાતની ગૌશાળાઓ સમાજસેવા દ્વારા નિર્વાહ ચલાવે છે.

 

 

 

સમયે દેશના અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ ગૌશાળાઓને સરકાર દ્વારા કાયમી અનુદાન મળે તો વિવિધ ગૌશાળાઓમાં રહેતી સાડા ૪ લાખ ગૌધનનું પાલન પોષણ યોગ્ય રીતે થઈ શકે તેવી વાત સાથે ગૌઋષિ સ્વામી દત્તશરણાંનંદજી મહારાજની ઉપસ્થિતિમાં ગૌશાળા સંચાલકોએ ગુજરાત સરકાર પાસે માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા બજેટમાં પાંજરાપોળ માટે રૂ.૧૦૦ની ફાળવણી કરાઈ છે પરંતુ ગૌશાળા  અને પાંજરાપોળ વચ્ચે ઉભી થયેલી વિસંગતતાના કારણે વ્યક્તિ કે સંસ્થાઓ દ્વારા ગૌધનનો નિભાવ કરવામાં આવે છે.  સહાયથી વંચિત રહી જાય છે.  તેવામાં રાજ્ય સરકાર દ્વારા ગૌશાળાઓને કાયમી અનુદાન પેટે ૫૦% રકમ ચૂકવાય તો યોગ્ય નિર્વાહ થઈ છે.હાલ દેશના ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં રાજ્ય સરકાર ગૌશાળાઓને પશુદીઠ કાયમી સહાય આપે છે

Share This Article