પી.વી. સિંધુએ ઈતિહાસ સર્જ્યો , વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયન બનનાર પ્રથમ ભારતીય’ મોદીએ ટ્વીટ કરી પાઠવ્યા અભિનંદન

admin
1 Min Read

સ્વિઝર્લેન્ડના બાસેલમાં વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપની મહિલા સિંગલ્સમાં ભારતીય બેડમિન્ટન ખિલાડી પી.વી સિંધૂએ ઈતિહાસ સર્જ્યો છે. આ ટૂર્નામેન્ટની ફાઈનલમાં સિંધૂની જાપાનની નોજોમી ઓકુહારા સાથે 37 મિનિટ સુધી મેંચ ચાલી હતી. સિધૂએ બંન્ને હાફમાં 21-7, 21-7 થી ઓકુહારાને પરાસ્ત કરી , ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. સિંધૂએ મેળવેલી જીત બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને શુભેચ્છાઓ પાઠવી હતી. જણાવી દઈએ કે પી.વી સિંધૂ આ ટૂર્નામેન્ટમાં ગોલ્ડ મેળવનારી પ્રથમ ભારતીય ખિલાડી બની છે. જીત મેળવી સિંધૂએ જણાવ્યું હતું કે, આ જીત મારા દેશ અને મારા માટે ખૂબ જ મહત્વની હતી.

 

મને ભારતીય હોવાનો ગર્વ છે. આ ટૂર્નામેન્ટમાં દર્શકો અને મારા કોચે ઘણો સપોર્ટ કર્યો હતો. જેથી હું તેમની પણ આભારી છું. મારી મમ્મીનો આજે જન્મદિવસ હતો જેનાં કારણે મારી આ જીત હું તેમને સમર્પિત કરું છુ.મહત્વનું છે કે પી.વી સિંધૂને આ સ્પર્ધામાં 2017માં ઓકુહારા સામે હાર મળી હતી અને તેણે સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો પરંતું રવિવારે રમાયેલી મેંચમાં, પી.વી. સિંધૂએ ઓકુહારા સામેની હારનો બદલો લીધો હતો. ફાઈનલમાં સિધૂએ શરુઆતથી જ સતત પોઈન્ટ મેળવવ્યા હતા અને 16 મિનિટમાં પહેલો હાફ જીતી લીધો હતો. જ્યારે બીજા હાફમાં પણ સિંધૂએ સતત સારુ પ્રદર્શન કરી 21 મિનિટમાં જીત મેળવી હતી.

Share This Article