અમરેલી : અમરેલીમાં ડેપ્યુટી SP અભય સોનીની બદલી કરી દેવામાં આવી

admin
1 Min Read

અમરેલીમાં ડેપ્યુટી SP અભય સોનીની ગાંધીનગર બદલી કરી દેવામાં આવી છે. ગેરવર્તણૂકના નામે થયેલી ફરિયાદ બાદ ASPની બદલી કરી દેવાય છે. ડેપ્યુટી SPને સજાના ભાગરૂપે બદલી આપી દેવાઈ છે. ભાજપના કાર્યકર્તાઓને માર માર્યાની ઘટના બાદ ચર્ચામાં આવ્યા હતા અભય સોની.જણાવી દઈએ કે અમરેલીમાં ભાજપ કાર્યકર્તાઓ અને પોલીસ સામસામે આવી ગયા હતા. પોલીસે ભાજપના 2 કાર્યકરોને માર મારતા મામલો બિચકાયો હતો. વેક્સિનેશનની તૈયારી કરતા ભાજપ કાર્યકર્તાઓને પોલીસે માર માર્યાનો આક્ષેપ થયો છે. 2 કાર્યકરોને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.

 

ASP અભય સોની સામે દિલીપ સંઘાણીએ ગંભીર આક્ષેપો કર્યા છે. દિલીપ સંઘાણીએ પોલીસવડાને ફોન કરીને નારાજગી વ્યક્ત કરી હતી. સંઘાણીએ પોલીસની કામગીરી અંગે સવાલ ઉઠાવ્યા છે. દિલીપ સંઘાણીએ કહ્યું કે, અમરેલીમાં વેક્સિનેશન કાર્યક્રમમાં અવરોધ ઉભો કરવાનો પોલીસ દ્વારા પ્રયાસ કરાયો હતો.  સમગ્ર ઘટના બાદ સહકારી શ્રેત્રના આગેવાન અને ભાજપના નેતા દિલીપ સંઘાણીએ પોલીસ વડાને ફોન કર્યો હતો. દિલીપ સંઘાણીએ ફોન પર પોલીસ વડાને કહ્યું કે, આ પ્રકારની ઘટનાથી પોલીસની છાપ બગડશે. અમારો વિરોધ પોલીસ સામે આવશે. તમે પોલીસના વડા છો. જેથી તાત્કાલીક પગલા લેવા જોઈએ

Share This Article