રાજકોટ : શહેરમાં છેલ્લા દસ વર્ષથી થતી બે રોકટોક રેતી ચોરી

admin
1 Min Read

છેલ્લા દસ વર્ષથી બે રોકટોક રેતી ચોરી થઈ રહી છે. મળતી વિગત અનુસાર તંત્રને પણ અનેક વખત રજુઆત કરાઈ છતા કોઇ પ્રકારની કાર્યવાહી હાથ ધરાઈ નથી. ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગધેથળ ગામમાં માફિયાઓ દ્વારા બેફામ ખનીજ ચોરી કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે, ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય દ્વારા વિધાનસભામાં બે વખત રજુઆત કરવામાં આવી છે પરંતુ ખનીજ માફિયાઓ પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

 

 

ગધેથડના ચૂંટાયેલા તાલુકા પંચાયતના સભ્યો દ્વારા ધોરાજી ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આપને જણાવી દઈએ કે, રાજકોટમાં બેફામ રેતી ચોરી થઇ રહી છે. જેને લઈને અનેકવાર રજૂઆત કરવામાં આવી છતાં કોઈ જ પ્રકારની કાર્યવાહી ન થતા લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. ત્યારે તંત્ર દ્વારા આ વિષય પર ચર્ચા વિચારણા કરવાની આવશયકતા છે. પરંતુ આ વિષય પર કોઈ જ પ્રકારની કાર્યવાહી નથી થઇ રહી. ત્યારે રજૂઆત બાદ હવે તંત્ર આ બાબતે ક્યારે એક્શન લેશે તે જોવાનું રહ્યું

Share This Article