વડોદરા : શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતા જિલ્લા પંચાયત કચેરી ખાતે બહારના કે અન્ય વ્યક્તિઓ પર પ્રવેશબંધી ફરમાવાઈ

admin
1 Min Read

વડોદરા શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતા જિલ્લા પંચાયત કચેરી ખાતે બહારના કે અન્ય વ્યક્તિઓ પર પ્રવેશબંધી ફરમાવાઈ છે. મળતી વિગત અનુસાર વડોદરા શહેર અને જિલ્લામાં દિન-પ્રતિદિન કોરોના દર્દીઓમાં તેજ ગતિએ વધારો થઈ રહ્યો છે. સરકારી બિનસરકારી ક્ષેત્રના અધિકારીઓ અને કર્મચારીઓ પણ કોરોનાની ચપેટમાં આવ્યા છે. ત્યારે વડોદરા શહેરના જિલ્લા પંચાયત કચેરી ખાતે કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માત્ર સ્ટાફને જ એન્ટ્રી તે સિવાય બહારના કે અન્ય વ્યક્તિઓને જિલ્લા પંચાયત કચેરી ખાતે પ્રવેશબંધી કરવામાં આવી છે.

 

 

જો કોઈ ઈમરજન્સી હોય,ચેક લેવાના હોય, અગત્યનું કામ હોય તો અધિકારીની પરવાનગી હશે તો જ અંદર પ્રવેશ આપવામાં આવશે. હાલ જીલ્લા પંચાયત કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓને પણ હેન્ડ સેનેટાઇઝ અને ટેમ્પરેચર ચકાસ્યા બાદ જ જીલ્લા પંચાયત કચેરીમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

Share This Article