સુરત : તાપી નદીમાંથી રેતી ઉલેચતા માફિયાઓ પર રેડ

admin
1 Min Read

શહેરમાં જહાંગીરપુરા ખાતે આવેલ કુરુક્ષેત્ર સ્મશાનભૂમિની પાછળના ભાગે તાપીનદીના પ્રતિબંધિત વિસ્તારમાં રેતીખનન કરતા માથાભારે ઈસમોને ત્યાં ભૂસ્તર વિભાગે રેડ પાડી કાર્યવાહી કરી છે. રેતી ખનનમાં ભૂસ્તર વિભાગ ઘોડા છૂટી ગયા બાદ તાળા મારવા દોડે છે એવા એક નહિ અનેક કિસ્સાઓ છે.લાખો કરોડોની રેતી ચોરી થઇ ગયા બાદ ભૂસ્તર વિભાગ ધુતરાષ્ટ્ર્ની ભુમિકામાંથી જાગે છે અને માત્ર દેખાડા પૂરતી કાર્યવાહી કરતી હોઈ તેમ દંડની કાર્યવાહી કરે છે અને ચોંકાવનારી વાત તો એ છે કે રેડ પડે તે પહેલા ત્યાંથી રેતી માફિયાઓ ભાગી ગયા હતા

 

 

જેને લઇ લોકોમાં ચર્ચા થતી હતી કે ભસુતાર વિભાગ માત્ર દેખાડા પૂરતી કાર્યવાહી કરવા આવે છે આ રેતી ચોરીને લઇ તેમને મસ્ત મોટા હપ્તા પહોંચે અને જો હપ્તો નહિ પહોંચ્યો હશે એટલે રેડ કરી દંડની કાર્યવાહી કરી છોડી દેવાશે. આમ રેતી ચોરી પ્રકરણમાં મોડે મોડે જાગેલા ભૂસ્તર વિભાગે દરોડા પાડી બે બાર્જ, બે નાવડી અને બે મશીન મળી અંદાજે 30 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો પરંતુ ભૂસ્તર વિભાગે દરોડા પાડયા તે પહેલા રેતી માફિયાઓ નાસી છૂટ્યા હતા. જોકે બાજ અને નાવડી ઝડપાતા ભાવિન નામના યુવકને ભૂસ્તર વિભાગ સમક્ષ હાજર કરી દેવાયો હતો.

Share This Article