વડોદરા : વડોદરાની સિદ્ધિ હોસ્પિટલમાં મહિલાના મોતનો વિવાદ વકર્યો

admin
1 Min Read

દાંડિયાબજારની સિદ્ધિ હોસ્પિટલ ખાતે મહિલાના મોતનો વિવાદ વકર્યો છે.હોસ્પિટલમાં કોરોનાંની સારવાર ચાલી રહી હતી.જોકે રિપોર્ટ નેગેટિવ આવતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે. જાણીતા એડવોકેટ નીરજ જૈને એસેસજી હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ ખાતે મૃતક મહિલાના પરિવારજનોની મુલાકાત લીધી હતી.અને આવા ગેરકૃત્ય કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. સાથે જ્યાં સુધી ડોકટર સામે એટ્રોસિટીની ફરિયાદ દાખલ નહીં થાય ત્યાં સુધી પરિવારજનો એ મૃતક મહિલાના મૃતદેહને અગ્નિ દાહ  આપવાનો ઈન્કાર કર્યો હતો.

 

 

જરૂર પડ્યે મૃતદેહને કલેક્ટર કચેરી ખાતે બહાર મુકીશું.અને સમગ્ર હરીજન સમાજને ભેગો કરીશુ.લોકોમાં ભય ફેલાઈ ગયો છે કે રૂપિયા નહીં હોય તો મરી જઈશું.જે રીતે સિદ્ધિ હોસ્પિટલમાં  મૃતક હર્ષિદા બેનની કોરોનાંની સારવાર ચાલી રહી હતી.પરંતુ રિપોર્ટ તો નેગેટિવ આવ્યો છે.હોસ્પિટલના ડોકટરે પહેલા એક લાખ લીધા ફરી લાખ રૂપિયા માંગ્યા પરિવારજનોએ કહ્યું સવારે આપીશું.ડોકટરો ભગવાનનું રૂપ હોય છે.પરંતુ જે રીતે વડોદરામાં ચાલી રહ્યું છે.જે ખરેખર દુઃખની બાબત છે.માટે આવા કૃત્યો કરનાર સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ તેવી માંગણી એડવોકેટ નીરજ જૈને કરી હતી.

Share This Article