અમદાવાદના Ultimus pedallers ગ્રુપ દ્વારા વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી

admin
2 Min Read

કોરોના કાળના આ વર્ષ 2021માં 7  એપ્રિલનો દિવસ ખૂબ મહત્વનો દિવસ રહ્યો. કેમ કે આ દિવસે સમગ્ર વિશ્વમાં વર્લ્ડ હેલ્થ ડેની ઉજવણી કરવામાં આવી હતી. સાથે જ વિશ્વને સુંદર તંદુરસ્ત બનાવવાના પ્રણ પણ આ દિવસે લોકોએ લીધા.  વિશ્વ આરોગ્ય દિવસ દર વર્ષે 7 એપ્રિલ એટલે કે આજના દિવસે ઉજવવામાં આવે છે.

આ ઉજવણીની શરૂઆત 1950માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) દ્વારા કરવામાં આવી હતી. આ દિવસનો મુખ્ય હેતુ લોકોને આરોગ્યને લગતી સમસ્યાઓ પ્રત્યે જાગૃત કરવાનો છે.

દર વર્ષે વિશ્વ આરોગ્ય દિવસની થીમ સેટ કરવામાં આવે છે. આ વિશેષ પ્રસંગે, ડબ્લ્યુએચઓ ની આગેવાની હેઠળ દર વર્ષે વિશ્વભરમાં જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવે છે. ત્યારે વિશ્વ આરોગ્ય દિવસની અમદાવાદમાં પણ ઉજવણી કરવામાં આવી હતી.  અમદાવાદના Ultimus pedallers ગ્રુપ દ્વારા વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે ખાસ 15 કિલોમીટરની સાયકલ રાઈડનું આયોજન કરાયુ હતું.

સાથે જ કોરોના મહામારી વચ્ચે શહેરીજનોને માસ્કનું વિતરણ પણ કર્યુ હતું. મળતી માહિતી મુજબ Ultimus pedallers ગ્રુપમાં યુવાનો, મહિલાઓ તેમજ  સીનીયર સીટીઝન મળી કુલ  30થી વધુ સભ્યો છે જે દર રવિવારે આશરે 40થી 50 કિલોમીટરની સાયકલ રાઈડ કરે છે.

તેમનો હેતુ લોકોમાં સ્વાસ્થ્યને લઈ ખાસ જાગૃતતા આવે અને લોકો પણ વધુમાં વધુ પેટ્રોલ અને ડીઝલના વાહનોની જગ્યાએ સાયકલ ચલાવી પ્રદૂષણને ફેલાતુ રોકે એ છે.

આ ગ્રુપના મૌલિક દરજી, કુણાલ ગોરાણા, અનિલ લોહાર, કૃણાલ માલવી સહિતના સભ્યો દ્વારા વિશ્વ હેલ્થ ડે પર આશરે 15 કિલોમીટરની સાયકલ રાઈડ કરવામાં આવી હતી. તેમજ કોરોના મહામારીને લઈ શહેરના શાહીબાગ ડફનાળા ચાર રસ્તા પાસે લોકોને માસ્કનું વિતરણ કર્યુ હતું.

Share This Article