સુરતમાં આવી તે કેવી કપરી સ્થિતિ કે વેન્ટિલેટર નહીં મળતાં સ્મીમેરમાં દર્દીઓને મલ્ટીલેવલ પાર્કિંગના બીજા માળે રાખવા પડ્યા છે. સુરત સ્મીમેર હોસ્પિટલ હાલમાં દર્દીઓથી છલોછલ થઇ ગઇ છે. તેમાં પણ ગંભીર દર્દીઓની જગ્યા નહી રહેતા સત્તાધીશો દોડતા થઇ ગયા છે.
તે લોકોને જે એમ્બ્યુલન્સમાં લાવવામાં આવ્યા હોય તે એમ્બ્યુલન્સમાં રાખેલા વેન્ટિલેટર સાથે જ બે થી ચાર કલાક સુધી રાખવા પડ્યા હતાં. આમ એમ્બ્યુલન્સનો ઉપયોગ કરવાની નોબત આવી ગઇ હતી. સ્મીમેરમાં દરરોજ 100થી 150 જેટલા કોવિડના લક્ષણો ધરાવતા દર્દીઓ દાખલ થઇ રહ્યા છે. જેના કારણે સ્મીમેરના તબીબો દ્વારા તાબડતોબ વ્યવસ્થા ઉભી કરવી પડી રહી છે. છેલ્લા 24 કલાકમાં સ્મીમેર હોસ્પિટલમાં 145 દર્દીઓ દાખલ થયા છે. જેના કારણે તબીબોએ સોમવારે સવારે મલ્ટિલેવલ પાર્કિંગનો બીજો માળ શરૂ કર્યો હતો અને ત્યાં દર્દીઓને ખસેડવાની વ્યવસ્થા કરી હતી