કોરોના સંકટના પગલે 30 એપ્રિલ સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે ગાંધીનગર અક્ષરધામ મંદિર

admin
1 Min Read

રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા 6 મહાનગરો સહિત 20 શહેરોમાં નાઈટ કર્ફ્યૂ લગાવવામાં આવ્યું છે. કોરોનાના સંક્રમણને લઇને હવે ગાંધીનગર અક્ષરધામ મંદીર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.

સતત વધી રહેલા કોરોનાના કેસને લઈને ગાંધીનગર અક્ષરધામ મંદિર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રવર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખીને અક્ષરધામ સંકુલ દર્શનાર્થીઓ માટે તારીખ ૯-૪-૨૦૨૧ ને શુક્રવારથી તા. ૩૦-૦૪-૨૦૨૧ને શુક્રવાર સુધી બંધ રાખવામાં આવશે. અક્ષરધામ મંદિર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મહત્વનું છે કે આ પહેલા પણ અક્ષરધામ મંદિર કોરોનાના સંકટને લઈ બંધ રાખવામાં આવ્યુ હતું. ત્યારે ફરી એકવાર અક્ષરધામ મંદિરને કોરોનાના સંક્રમણને જોતા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે, રાજ્યમાં ગત રોજ પહેલીવાર 3500થી વધુ કોરોના સંક્રમણના કેસ નોંધાયા હતા. જેને લઈ તંત્રની ઉંઘ ઉડી ગઈ છે. કોરોનાના કેસો સતત વધવાના કારણે રાજ્ય સરકાર પણ હરકતમાં આવી છે.

Share This Article