ગુજરાતમાં કોરોનાથી થતાં મોત અંગે મુખ્યમંત્રીનો ખુલાસો, આપ્યો ગોળગોળ જવાબ

admin
2 Min Read

રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીના હસ્તે શનિવારે ધન્વતંરી રથનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. રાજ્ય મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા યોજના અમલમાં 22 જિલ્લામાં હયાત 34 રથમાં વધુ 20 રથનો ઉમેરો કરાયો છે. આ પ્રસંગે કોરોના મહામારીમાં થઈ રહેલ મોતને લઈ ઉઠી રહેલ પ્રશ્નો અંગે મુખ્યમંત્રીએ સ્પષ્ટતા કરી હતી.

તેમણે પત્રકારોને સંબોધતા જણાવ્યું કે, એક વર્ષથી કોરોનાથી મૃત્યુના આંકડાના અંગે વિસંગતતા અને ચર્ચા ચાલે છે. અમને આંકડા છુપાવવાનુ કારણ કોઈ નથી. આંકડા છુપાવીને અમને કોઈ લાભ નથી. કોરોનાથી અમારા રજિસ્ટ્રેશનમાં થાય છે તે બતાવીએ છીએ. મૃત્યુમાં પ્રાઈમરી કારણ અને સેકન્ડરી કારણ જોવામાં આવે છે.

કોમોર્બિટને કારણે થતા મૃત્યુને અમે ગણતા નથી. એનાલિસીસી કમિટી પ્રાઈમરી અને સેકન્ડરી કારણ આપે છે. બીજા કોઈ કારણોસર મૃત્યુ થયુ હોય તો તે મૃત્યુને કોરોનામાં ગણાતા નથી. આઈસીએમઆરનું ગાઈડલાઈન મુજબ, મૃત્યુના એનાલિસીસ બાદ આંકડો આપવામાં આવે છે. મહત્વનું છે કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોનાથી થતા મોત મામલે જે સ્પષ્ટતા કરી તે વાત ગળેથી ઉતરે તેમ નથી. સરકારી ચોપડે રોજ 40 થી 50 જેટલા મોતના આંકડા સમગ્ર ગુજરાતમાં બતાવવામાં આવે છે. પરંતુ સ્મશાનોમાં સળગી રહેલી ચિતાઓ અને કોરોના ગાઈડલાઈનથી થતા અંતિમ સંસ્કાર કંઈક અલગ જ વાત સૂચવે છે.

મુખ્યમંત્રીનો આ ખુલાસો ગળે ઉતરે તેમ નથી. કારણ કે, કોમોર્બિટ દર્દીઓ અત્યાર સુધી ગમે તેટલી મોટી બીમારી હોવા છતા જીવિત હતા, પરંતુ તેઓનેક કોરોના થયો એટલે તેમનું મોત નિપજ્યું છે. પરંતુ સરકાર તે માનવા તૈયાર નથી. સરકાર આવા દર્દીઓને કોમોર્બિટમાં ખપાવવા માંગે છે, ન કે કોરોનાથી મોતમાં. ત્યારે ફરી એકવાર સાબિત થયું કે, સરકાર કંઈક છુપાવવા માંગે છે.

Share This Article