સુરત : ડુમસમાં લૂંટ વીથ મર્ડર કેસમાં પાડોશી મહિલા મેઈન વિલન નીકળી, જમીનના કરોડો રૂપિયા આવ્યા હોવાની આશંકાએ હત્યા કરાઈ

admin
2 Min Read

સુરત શહેરના ડુમસ ગામ કાંદી ફળિયામાં એકલા રહેતા નિવૃત એન્જિનિયરના હાથ પગ બાંધી હત્યા કરી લૂંટ ચલાવાના ચકચારીત કેસનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી કાઢવામાં ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે. ક્રાઈમ બ્રાન્ચે આ ગુનામાં ધરપકડ કરેલા પાંચ આરોપીઓની હાથ ધરેલી પ્રાથમિક પુછપરછમાં મુંબઈમાં રહેતી મહિલાએ મુતક ભુપેન્દ્રભાઈ પાસે જમીન વેચાણના ત્રણથી ચાર કરોડ આવ્યા હોવાની ટીપ આપી હતી અને બાજુમાં રહેતી તેની બહેન રેકી કરાવ્યા બાદ ગુનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી. બનાવ અંગે ડુમસ પોલીસને જાણ કરતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં સીસીફુટેજ મળી આવ્યા હતા. જેમાં પાંચ જણા ભાગતા દેખાય રહ્યા હતા.

 

સ્થાનિક પોલીસની સાથે તપાસમાં ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજી પણ જોડાઈ હતી. દરમિયાન ક્રાઈમ બ્રાન્ચે આજે આ કેસમાં બાતમીના આધારે વાંઝગામથી ખરવાસા જતા રસ્તા ઉપર નહેર પાસેથી સંડોવાયેલા પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી બે પિસ્તોલ, બે બાઈક, રોકડા એક લાખ, આઠ મોબાઈલ મળી કુલ રૂપિયા 2,46,500નો મુદ્દામાલ કબજે કર્યો છે. ધાડપાડુઓએ ચેતનાબેનને મળ્યા હતા અને ભુપેન્દ્રભાઈના ઘરની રેકી કરી પુણા વિસ્તારમાંથી બે બાઈક ચોરી કર્યા બાદ ગુનાને અંજામ આપ્યો હતો. ધાડપાડુઓએ ઘરમાં ઘૂસ્યા હોવાનો અવાજ આવતા જ ભુપેન્દ્રભાઈ જાગી જતા તેના માથામાં પિસ્તોલ મારી હાથ-પગ બાંધી મોઢામાં ડુચો મારી મોત નિપજાવ્યા બાદ ચાર લાખ લૂંટી નાસી ગયા હતા. પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કર્યા બાદ ત્રણ જણાને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.

Share This Article