અમદાવાદમાં ધોળા દિવસે દારૂની હેરાફેરી, દારુ મેળવવા માટે વાહનોની લાગી કતાર

admin
1 Min Read

ગાંધીના ગુજરાતમાં વર્ષોથી દારૂબંધીનો કાયદો છે. પરંતુ દુ:ખની વાત એ છે કે આ કાયદો માત્ર કાગળ પર જ હોય તેવુ લાગી રહ્યું છે, રાજ્ય સરકાર દારૂબંધી કરવામાં સદંતર નિષ્ફળ રહી છે તેવુ સ્પષ્ટપણે લાગી રહ્યું છે. નાના- નાના બુટલેગરોને પકડી સંતોષ માનતી પોલીસ મોટા માથાને ક્યારે પકડશે તે પણ એક સવાલ છે. દારૂના વેપલાની સામાન્ય લોકોને ખબર હોય તો પોલીસને કેમ નહી? હાલ એક વીડિયો સામે આવ્યો છે જેમાં અમદાવાદના કુબેરનગરમાં ધોળા દિવસે જાહેરમાં દારૂની હેરાફેરી થઈ રહી હોવાનું જોવા મળી રહ્યુ છે. જાણે પેટ્રોલ માટે વાહનોની લાઈનો લાગી હોય તેમ દારુ મેળવવા બાઈક ચાલકો રીતસરનાં સુવ્યવસ્થાનાં ભાગરૂપે લાઇનમાં ઉભા રહી પોતાનો વારો આવતા પોતે લખાવેલો અથવા ઓર્ડર આપેલો માલ સંભાળે છે. વીડિયોમાં બાઇક ચાલકો દારૂનું કટિંગ કરતા નજરે પડી રહ્યા છે. દારૂનાં કટીંગ માટે અને હેરાફેરી કરવા માટે આ દારૂ સ્થાનિક બુટલેગરનો હોવાની સંભાવના જોવામાં આવી રહી છે. આ વીડિયો જો સામાન્ય લોકોને દેખાતા હોય તો પછી પોલીસને કેમ નથી દેખાતા તેવો સવાલ સામાન્ય લોકોના મનમાં ઉદભવી રહ્યો છે. સામાન્ય લોકો સામે પાવર બતાવતી પોલીસ ક્યારે આ બુટલેગરો સુધી પહોંચશે અને ક્યારે કાર્યવાહી કરશે તેવો સવાલ દરેક લોકો કરી રહ્યા છે. વીડિયો વાયરલ થયા બાદ પોલીસ વિભાગની કામગીરી સામે ફરી એકવાર સવાલો ઉભા થયા છે.

Share This Article