અમરેલી : જાફરાબાદમાં વેક્સિનેશન કેમ્પનું આયોજન

admin
1 Min Read

જાફરાબાદ નગરપાલિકા દ્વારા કોરોના વેક્સિન લેવા તેમજ કોરોનાથી સાવચેત રહેવા શહેરમાં માઈક ફેરવવામાં આવ્યું હતું. મળતી વિગત અનુસાર જાફરાબાદમાં હાલ કોરોનાના કેસ વધી રહ્યો છે.  ત્યારે સરકાર દ્રારા વેક્સિન લેવા માટે કેમ્પ યોજાઈ રહ્યા છે.  ત્યારે જાફરાબાદ નગરપાલિકા દ્વારા લોકોમાં સજાગતા લાવવા શહેરમાં મુખ્ય બજાર ગલી મહોલ્લામાં પાલીકાની ગાડીમા માઇક ફેરવવામાં આવ્યું હતુ.

 

આપને જણાવી દઈએ કે, જાફરાબાદના નગરપાલિકા ચીફ ઓફિસર ચારુબેન મોરી તથા પ્રમુખ કોમલબેન બારીયા દ્રારા પણ લોકોને આ મહામારીથી બચવા માસ્ક પહેરીને જ બહાર નીકળવા સુચના કરાઈ છે.  જાફરાબાદમા બે દીવસથી પોલીસ દ્વારા પણ ચુસ્તપણે પોલીસની ગાડીમાં માઇક ફેરવી લોકોને સજાગ રહેવું માસ્ક ફરજિયાત પહેરવું તેવી સુચના આપવામાં આવી હતી. ત્યારે દેશમાં હાલ કોરોના બેકાબુ બનતા જાફરાબાદ તંત્ર દ્વારા અગમચેતીથી લોકોને વેક્સિન લેવા માટે તારીખ 9 થી 15 તારીખ સુધી અલગ અલગ જગ્યાએ વેકશીનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

Share This Article