રાજકોટ : સિવિલ હોસ્પિટલમાં વહેલી સવારથી જ હોસ્પિટલમાં દર્દીઓની ભીડ જોવા મળી, એમ્યુલન્સની લાંબી કતાર જોવા મળી

admin
1 Min Read

તંત્ર ભલે દાવા કરતા હોય કે કોરોનાની પરિસ્થિતિ ખૂબ જ કંટ્રોલમાં છે. બીજી તરફ કોર્પોરેશન પણ દાવા કરી રહ્યું છે કે તેમની આરોગ્ય વિભાગની ટીમ તમામ જગ્યાઓ પર કામ કરી રહી છે પરંતુ વાસ્તવિકતા બિલકુલ અલગ છે. રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોના એટલો બધો વધી રહ્યો છે કે જેનું જીવતું જાગતું ઉદાહરણ આ વીડિયો પૂરો પાડે છે. સરકાર અને તંત્ર ભલે દાવા કરતું હોય કે કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં છે અથવા તો કોરોનાને લઈને તાત્કાલિક સારવાર મળી રહે છે.

 

 

પરંતુ તાવ, શરદીસ, ઉધરસ તેમજ કોરોનાના લક્ષણ ધરાવતા દર્દીઓ ખૂબ મોટી સંખ્યામાં સિવિલ હોસ્પિટલની અંદર આવેલી કોરોના હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ મારફતે પહોંચી રહ્યા છે. રાજકોટ શહેરમાં દરેક વિસ્તારમાં એમ્બ્યુલન્સના આંટાફેરા ખૂબ જ વધી ગયા છે. શહેરમાં જ્યાં જુઓ ત્યાં એમ્બ્યુલન્સના સાઇરનો સંભળાય રહ્યા છે જેના ઉપરથી બિલકુલ અનુમાન આવી શકે કે રાજકોટ શહેરમાં કોરોના તેમજ કોરોનાના લક્ષણો ધરાવતાં દર્દીઓની સંખ્યા ખૂબ જ વધી છે અને લોકો એમ્બ્યુલન્સ મારફત સિવિલ હોસ્પિટલમાં આવી રહ્યા છે.

Share This Article