ગાંધીનગર મનપાની ચૂંટણી મોકૂફ, સત્તાનો સ્વાદ ચાખવા ઉમેદવારોએ જોવી પડશે રાહ

admin
1 Min Read

રાજ્યમાં કોરોનાની વકરતી પરિસ્થિતિના કારણે ગાંધીનગર મનપાની ચૂંટણી મોકૂફ રાખવાનો નિર્ણય ઈલેક્શન કમિશને લીધો છે. ચૂંટણી મોકૂફ રાખવા અંગે મુખ્યમંત્રી રુપાણીએ પત્ર લખીને રજૂઆત કરી હતી.

મળતી માહિતી મુજબ, ગુજરાતમાં કોરોનાએ ભયાનક ભરડો લીધો છે. જેના કારણે પાંચ મહાનગરોમાં કોરોનાની સ્થિતી ખુબ જ વિપરિત બની છે તેવામાં ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી મોકુફ રાખવા માટે સરકાર દ્વારા ચૂંટણી પંચને અપીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત વિપક્ષ પણ સતત ચૂંટણી લંબાવવા માટેની માંગ કરી રહ્યું હતું.

કેટલીક અરજીઓ પણ હાઇકોર્ટમાં આ અંગેની થઇ હતી. હાલ ચૂંટણી આયોજીત કરવાનું વાતાવરણ પણ નહી હોવાને પગલે ચૂંટણી પંચ દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે. મુખ્યમંત્રી રુપાણીએ કોરોનાને નિયંત્રણમાં રાખી શકાય તેવા જનહિત અભિગમથી રાજ્યમાં પાટનગર ગાંધીનગર મહાનગર પાલિકાની આગામી 18 એપ્રિલે યોજાનારી સામાન્ય ચૂંટણીઓ પ્રવર્તમાન સંજોગોમાં મોકૂફ રાખવાની દરખાસ્ત રાજ્ય ચૂંટણી પંચને કરી હતી.

Share This Article