રેલવેના કોવિડ આઈસોલેશન કોચ ખાઈ રહ્યાં છે ધૂળ

admin
1 Min Read

ગુજરાતમાં કોરોનાના સતત વધી રહેલા કેસ વચ્ચે એક તરફ રાજ્ય સરકારે ખાનગી નર્સિગ હોમ અને કોમ્યુનિટી હોલને કોવિડ કેર સેન્ટર તરીકે ઉપયોગ કરવા માટે સામાજિક સંગઠનોને ભલામણ કરી છે. બીજી તરફ કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવેલા રેલવેના કોવિડ આઈસોલેશન કોચ ધૂળ ખાઈ રહ્યાં છે.

કોરોનાના ઝડપથી વધી રહેલા પોઝિટિવ કેસ વચ્ચે રેલવેના કોવિડ આઈસોલેશન કોચ ખૂબ જ મદદરૂપ થઈ શકે છે. પશ્ચિમ રેલવેએ અમદાવાદ, રાજકોટ અને ભાવનગર ખાતે 175થી વધુ આઈસોલેશન કોચ બનાવ્યા છે.

જે છેલ્લા કેટલાક મહિનાઓથી ધૂળ ખાઈ રહ્યાં છે.  મહત્વનું છે કે, કોરોનાના સંક્રમણને ફેલાતુ અટકાવવાના ભાગરૂપે રેલવે દ્વારા ટ્રેનના કોચને આઈસોલેશન વોર્ડમાં તબદીલ કર્યાં છે. દરેક કોચમાં 6 થી 7 દર્દીઓની સારવાર થઈ શકે છે. કોચમાં બાથરૂપની નજીક પ્રથમ કેબિનમાં હોસ્પિટલ સ્ટાફની સુવિધા છે. જ્યારે અન્ય 8 કેબિનોમાં દર્દીઓની તપાસ થઈ શકે છે.

Share This Article