રાજ્યમાં ફરી કોંગો ફીવરનો કહેર, SVPમાં સારવાર દરમિયાન મહિલાનું મોત

admin
1 Min Read

ગુજરાતમાં પડેલા વરસાદને કારણે ઠેર ઠેર રોગચાળો ફેલાયો છે. ત્યારે અમદાવાદમાં કોંગો ફીવરની ફરી એકવાર એન્ટ્રી થઈ છે. જેનાં કારણે AMC તંત્ર દોડતું થઈ ગયું છે. અમદાવાદની SVP હોસ્પિટલમાં સારવાર દરમિયાન સુરેન્દ્રનગરની 75 વર્ષીય સુખીબેનનું મોત થયું હતું. જેને લઈને તેમના બ્લડ સેમ્પલને પૂણેની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. સુખીબેનનાં બ્લડનો લેબોરેટરી રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો અને કોંગો ફીવરનાં કારણે મોત થયું હોવાનું કારણ સામે આવ્યું હતું. કોંગો ફીવરના કારણે મહિલાના મૃત્યું બાદ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે જણાવ્યું કે, કોંગો ફીવરથી સુરેનદ્રનગરનાં 2 દર્દીઓના મોત થયા છે. જેમાં એકનું સુરેન્દ્રનગરમાં અને બીજાનું  અમદાવાદની હોસ્પિટલમાં મૃત્યું થયું છે. જેના કારણે આરોગ્ય વિભાગ હાલ એક્શનમાં છે.

આરોગ્ય કમિશનર જંયતિ રવિએ જણાવ્યું કે, સુરેન્દ્રનગરમાં ટીમ કાર્યરત કરી દેવામાં આવી છે. દર્દીનાં સંપર્કમાં આવેલા લોકોને પણ કાળજી રાખવા સુચન કરાયું છે. ઉપરાંત પશુપાલન સાથે સંકળાયેલા લોકોએ હાલમા સાવચેતી રાખવાની જરુર છે.  ઉલ્લેખનીય છે કે અમરેલીમાં 2 વર્ષ અગાઉ કોંગો ફીવરનાં 9 કેસ નોંધાયા હતા જેમાંથી 3 લોકોનાં મોત થયા હતા. કોંગો ફીવરથી પ્રભાવિત વિસ્તારની વાત કરીએતો કચ્છ અને અમરેલી મોખરે છે. કોંગો ફીવરને કારણે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સ્પેશિયલ વોર્ડ પણ બનાવવામાં આવ્યો છે જેના કારણે અન્ય દર્દીઓને પણ સુરક્ષિત રીતે રહી શકે.

Share This Article