વડોદરા : 12 કેદીઓ કોરોના સંક્રમિત થયા

admin
1 Min Read

વડોદરામાં શહેરમાં કોરોનાનો વ્યાપ વધવા માંડ્યો છે.ત્યારે જેલમાં સજા ભોગવી રહેલા કેદીઓ પણ કોરોનાની ચપેટમાં આવ્યા છે. 12 કેદીઓ કોરોના સંક્રમિત થતા શહેરના લાલબાગ અતિથિગૃહ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. વડોદરામાં કોરોના બેકાબુ બન્યો છે.દિનપ્રતિદિન કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક વધવા માંડ્યો છે.શહેરની ચારેય દિશાઓના વિસ્તારોમાંથી લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે.

 

તેવામાં વડોદરા મધ્યસ્થ જેલના કેદીઓ પણ કોરોનામાં સપડાયા છે.12 કેદીઓ કોરોના સંક્રમિત થતા તાજેતરમાં જ ઉભા કરાયેલા લાલબાગ અતિથિગૃહ કોવિડ સેન્ટરમાં ખસેડાયા હતા અને કોવિડ સેન્ટર બહાર પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.નોંધનીય છે કે વડોદરામાં નાયબ મુખ્યમંત્રીની મુલાકાત બાદ તુરતજ શહેરના ચાર અતિથિગૃહ પૈકી પ્રથમ લાલબાગ અતિથિગૃહમાં કોવિડ સેન્ટર ઉભું કરવામાં આવ્યું હતું.જેમાં કુલ 19 જેટલા કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ છે.જેમાં 12 કેદીઓનો સમાવેશ થાય છે.જ્યારે એક અન્ય દર્દી સાજો થઈ જતા રજા આપી દેવામાં આવી હતી.

Share This Article