અમરેલી : બાબરા દરેડ ગામ સજ્જડ બંધ જોવા મળ્યું

admin
1 Min Read

કોરોના સંક્રમણ અટકાવવા માટે સૌરાષ્ટ્રમાં લોકડાઉન રાખવા અને કરવા મુદ્દે અમરેલી જિલ્લો આગળ છે. મોટભાગના તાલુકાના કેટલાક ગામડાઓમાં દરરોજ સ્વૈચ્છિક લોકડાઉન કરવા માટે નિર્ણયો લેવાઇ રહ્યાં છે. આજે બાબરાના દરેડમાં ગ્રામજનો દ્વારા મળેલી બેઠકમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે આજે નાનકડા ગામમાં કરફ્યુ જેવો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે જીવન જરૂરીયાતની વસ્તુની દુકાનો સવારે 7થી બપોરે 1 વાગ્યા સુધી ખુલી રહેશે.

 

 

 

ત્યાર બાદ સંપૂર્ણ લોકડાઉન રહેશે. લોકો બીનજરૂરી ઘરની બહાર ન નીકળે અને માસ્ક પહેરવા માટેની કડક સૂચના ગ્રામજનોને અપાઇ છે. ગાઈડ લાઈન ભંગ અથવા માસ્ક નહિ પેહરનારાને રૂ.1000 નો દંડ ફટકારશે. આ પ્રકારનો આજે દરેડ ગામમાં નિર્ણય લેવાયો છે. તો બીજી બાજુ બાબરા તાલુકાના તાપડીયા નજીક આવેલ આશ્રમ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જે 30 એપ્રિલ સુધી સંપૂર્ણ બંધ રહેશે

Share This Article