હવાલા રેકેટનો પર્દાફાશ: 7 લોકો 5 કરોડ રૂપિયા રોકડા સાથે ઝડપાયા, તમામ આરોપી ગુજરાતના

admin
1 Min Read

સોમવારે જ્યુબિલિ હીલ ચેક પોસ્ટ પર ચેકીંગ દરમ્યાન પોલીસ કમિશનરની ટાસ્ક ફોર્સે 7 લોકોને ગેરકાયદેસર રીતે રોકડા નાણાંની હેરાફેરી કરતા ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી 5 કરોડ રૂપિયા રોકડા કબ્જે કરવામાં આવ્યા છે. હૈદરાબાદ શહેર પોલીસે ખૂબ મોટા હવાલા રેકેટનો પર્દાફાશ કર્યો છે. ઝડપાયેલ પૈસામાં 2000,500 અને 100 રૂપિયાની નવી નકોર નોટોનો સમાવેશ થાય છે. પોલીસે કુલ 5 કરોડ કેશ, 2 કાર અને 1 બાઈક કબજે લીધા છે. દરોડાની કામગીરીમાં હૈદરાબાદ પોલીસની વેસ્ટ જોન ટાસ્ક ફોર્સનો નોંધનીય ફાળો છે.

આ દરોડામાં 5 કરોડ રોકડા અને લોકોની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, એક ખાનગી સૂચનાના આધારે સોમવારે રાતે 11 વાગે ટાસ્ક ફોર્સની ટીમે જુબલી હિલ્સ વિસ્તારમાં એક કારને તપાસી હતી, આ કારમાં 5 કરોડ રૂપિયા હતા પરંતુ આટલી બધી રોકડના કોઇપણ પ્રકારના દસ્તાવેજો મળી આવ્યા નહોતા. જ્યારે વધુ તપાસ હાથ ધરવામાં આવી ત્યારે ખબર પડી કે, વિપુલ પટેલ નામના વ્યક્તિનું હવાલા રેકેટ ચલાવે છે અને ગેર કાયદેસર રીતે લોકોના પૈસાની ટ્રાન્સફર કરતો હતો. આ કામમાં વિપુલ પટેલ સાથે 6 લોકોની સંડોવણી ખુલી હતી. આ તમામ 7 આરોપીઓને પોલીસે અરેસ્ટ કર્યા જે તમામ લોકો ગુજરાતના રહેવાસીઓ હોવાનું જાણવા મળ્યું છે. આ મામલા અંગેની વધુ તપાસ હજી ચાલુ છે.

Share This Article