વડોદરા : યુવાનોએ કોરોના અંગે જનજાગૃતિ લાવવા અનોખો પ્રયાસ કર્યો

admin
1 Min Read

કોરોના સંક્રમણ વચ્ચે ‘જાગશે વડોદરા તો ભાગશે કોરોના ‘નવા સૂત્રો સાથે લોકોને જાગૃત કરવા યુવાઓએ અનોખો પ્રયાસ કર્યો છે.હાથમાં બેનરો સાથે પીપીઈ કીટ પહેરી નવયુવાઓ દ્વારા જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી અને વડોદરાના શહેરીજનોને ઘરે જ રહેવા કરી અપીલ કરી હતી. જરૂરરિયાત માટે બહાર નીકળે તો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ પાલન કરવા પણ અપીલ કરી હતી અને લોકોને જાગૃત થવા યુવાઓએ આહવાન કર્યું

હતું.હાલમાં વડોદરા શહેરમાં વધતા જતા કોરોનાના કેસોને કારણે શહેરમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.ત્યારે લોકોમાં કોરોનાની સાચી સમઝ તથા તે અંગેની ગંભીરતા સમજે અને કોરોનાની ગાઇડલાઇન નું પાલન કરે, માસ્ક પહેરે, સોશ્યિલ ડિસ્ટનસિંગ જાળવે, કામવગર બહાર ન નિકળે, ટોળાશાહીનો હિસ્સો ન બને તેવી જાગૃતિ લાવવા માટે શહેરના યુવાનો દ્વારા અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો.યુવાનોએ પીપીઇ કીટો પહેરી હાથમાં પ્લેકાર્ડસ સાથે રાહદારીઓને, વાહનદારીને લોકજાગૃતિ માટેનો સંદેશો આપ્યો હતો.

Share This Article