અમરેલી : બાબરામાં હોટેલ માલિકોએ લીધો સ્વૈચ્છિક નિર્ણય

admin
1 Min Read

સૌરાષ્ટ્રમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યુ છે ત્યારે અમરેલી જિલો પણ સ્વૈચ્છિક લોકડાઉન કરવા આગળ વધી રહ્યો છે કોરોના થી બચવા ગામડા સ્વૈચ્છિક લોકડાઉન કરી રહ્યા છે. શહેરી વિસ્તાર ની સાથે સાથે ગામડા પણ વધુ સતર્ક થઈ રહ્યા છે. ત્યારે અમરેલી જીલ્લાના બાબરા તાલુકાના હોટેલ માલિકોએ પણ સ્વૈચ્છિક લોકડાઉન કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે.

 

 

જેમાં એક અઠવાડિયા સુધી હોટલ,રેસ્ટોરન્ટ,ચાની દુકાનો,પાઉભાજીની દુકાનો બપોરે 2 વાગ્યા બાદ બંધ રાખવાનો સ્વૈચ્છિક નિર્ણય કર્યો છે. ત્યારે બીજો નિર્ણય ન આવે ત્યાં સુધી આ પ્રમાણે બંધ રહશે ટીવું હોટેલ માલિકોએ જણાવ્યું છે. મહત્વનું છે કે કોરોના સંક્રમણ અટકાવવા માટે લોકડાઉન રાખવા અને કરવા મુદ્દે અમરેલી જિલ્લો આગળ છે. જેમાં મોટભાગના તાલુકાના કેટલાક ગામડાઓમાં દરરોજ સ્વૈચ્છિક લોકડાઉન કરવા માટે નિર્ણયો લેવાઇ રહ્યાં છે. ત્યારે બાબરામાં હોટેલ માલિકોએ સ્વૈચ્છિક લોકડાઉનને લઈને આગળ આવ્યા છે.

Share This Article